/

MI vs DC: દિલ્હીને 57 રને માત આપીને મુંબઈ ફાઈનલમાં પહોંચ્યું

IPLની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઈએ દિલ્હીને 57 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં જે પણ જીતશે તે દિલ્હી સામે ક્વાર્ટર ફાઇનલ-2 રમશે. મુંબઈએ દિલ્હીને 201 રનનો લક્ષ્ય આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 143 રન કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને મુંબઈ ઇન્ડિયન્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન રોહિત શર્મા શૂન્ય રને આઉટ થયો હતો. જોકે તે પછી ક્વિન્ટન ડિકોક અને સુર્યકુમાર યાદવે શાનદાર રમત રમી હતી. ડિકોકે 25 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 40 રન કરી પવેલિયન પરત ફર્યો હતો. તે પછી સુર્યકુમાર યાદવ આઉટ થયો હતો. તેણે 38 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા. જ્યારે ઇશાન કિશને પણ શાનદાર રમત રમી હતી. તે 30 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન કરી અણનમ રહ્યો. અંતમાં હાર્દિક પંડ્યાએ તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કર્યુ હતું. તેણે માત્ર 14 બોલમાં 5 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા. મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 200 રન બનાવ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સની બોલિંગ ખરાબ રહી. તેના બોલરો ખૂબ જ ખર્ચાણ રહ્યા હતા. ટીમનો પ્રમુખ બોલર કગિસો રબાડા મેચમાં વિકેટ લેવામાં સફળ ના રહ્યો અને 4 ઓવરમાં 42 રન ખર્ચી નાંખ્યા હતા. દિલ્હી તરફથી સૌથી વધુ વિકેટ અશ્વિને લીધી હતી.

આ ઉપરાંત મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ શાનદાર રહી હતી અને ટીમના બોલરોએ દિલ્હી કેપિટલ્સના શૂન્ય રને 3 વિકેટ ઝડપી હતી. મુંબઈ તરફથી સૌથી વધુ વિકેટ જસપ્રિત બુમરાહે ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 14 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published.