/

મુંબઈ ઇન્ડિયન્સ પ્લે ઓફમાં, 8 જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર

મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાઇ રહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સનો વિજય થતા હવે ટીમની પ્લેઓફમાં એન્ટ્રી થઇ ગઇ છે.

મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા સૂર્યકુમાર યાદવે 43 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 79 રન ફટકાર્યા હતાં. જેના પગલે મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલની પ્લે ઓફમાં પહોંચી છે.

આજની મહત્ત્વની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જ બેંગ્લોરને પાંચ વિકેટે હરાવીને પ્લે ઓફમાં પ્રવેશ કર્યો છે. આ સાથે મુંબઈ ઇન્ડિયન્સ 16 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં પ્રવેશ કરનારી પ્રથમ ટીમ બની છે.

અત્યાર સુધીમાં આઇપીએલની વર્તમાન સિરીઝમાં ગયા વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સે તેનો શાનદાર દેખાવને યથાવત રાખ્યો છે. કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરી હોવા છતાં પણ પોલાર્ડની કેપ્ટન્સી હેઠળ પણ મુંબઈ ઇન્ડિયન્સ સારો દેખાવ કરવામાં સફળ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.