///

મુંબઈ પોલીસે ટીઆરપી કૌભાંડમાં કર્યો મોટો ખુલાસો, ડેટા સાથે થતી હતી છેડછાડ

મુંબઈ પોલીસ દ્વારા ટીઆરપી કૌભાંડમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ તપાસ અનુસાર ટીઆરપીમાં છેતરપિંડી વર્ષ 2016થી કરવામાં આવી રહી હતી. વર્ષ 2016થી 2019 વચ્ચે ઘરોમાંથી આવતા ડેટામાં સૌથી વધારે છેડછાડ કરવામાં આવતી હતી. ત્યારે મુંબઇ પોલીસ દ્વારા આ વાતનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મુંબઇ પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર તેમણે શરૂઆતના પુરાવાના આધાર પર ચાર્જશીટ દાખલ કરી છે. વર્ષ 2016થી 2019ની વચ્ચે ટીઆરપીના ડેટામાં સૌથી વધારે ફેરફાર તેલુગૂ અને અંગ્રેજી ભાષાની ચેનલોના ઍક્સેસને લઇને કરવામાં આવતો હતો.

આ અંગે પોલીસે કહ્યું કે, મજબૂત પુરાવા આવ્યા બાદ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. કેમ કે, કોઈ ખાનગી ચેનલની ટીઆરપી વધારે દેખાળવા માટે ડેટાથી લઇને સતત છેડછાડ કરવામાં આવી રહી હતી.

આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે, તેમણે આ વર્ષે 6 ઓક્ટોબરના ટીઆરપીમાં છેડછાડ કેસ નોંધ્યો હતો. આ દરમિયાન તેમણે તપાસમાં જણાવા મળ્યું કે, રિપબ્લિક ટીવીને ટીઆરપીમાં નંબર વન બનાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.