///

જામનગર મનપાની શખ્ત કાર્યવાહી, ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝર ફેરવી તોડ્યુ

જામનગરમાં શહેરની મધ્ય આવેલા લાખોટા તળાવ પાસેથી મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ દ્વારા ગેરકાયદેસર 4 દુકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. લાખોટા તળાવ પાસે 45 જેટલી દુકાનો બનાવી છે. જેમાંની ચાર દુકાનદારો પાસે યોગ્ય ડોકયુમેન્ટ ન હોવાના પગલે મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવી તોડ્યુ હતું.

આ ઉપરાંત પાલિકાએ વધુ શખ્ત કાર્યવાહી હાથ ધરતા સીટી મામલતદારની ટીમ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી 25 જેટલાં ઝૂંપડાને પણ તોડી પાડવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ દ્વારા તમામ દુકાનદારોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ પ્રત્યુતર ન આવતા આખરે મહાનગરપાલિકાએ આ ચાર દુકાન પર બુલડોઝર ફેરવી તોળ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.