///

ફૂડ પેકેટ્સનું વિતરણ બંધ થતા મ્યુનિસિપલ કાઉન્સિલરે રાજ્ય સરકારને કરી અપીલ

સમગ્ર વિશ્વ સહિત રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ છે..વર્તમાન સ્થિતિના કારણે લોકો બહાર જઈ શકતા નથી. લોકડાઉનના કારણે કેટલાક લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓથી વંચિત છે તો આવી પરિસ્થિતિમાં અમદાવાદ જમાલપુર મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વ્રારા સરકારને અપીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શૈખ દ્વારા ગુજરાત સરકાર અને ગૃહ મંત્રીને અપીલ કરવામાં આવી છે કે તેઓ લોકની મદદે નીકળતા લોકોને બહાર જવાની પરવાનગી આપે. તેઓએ કહ્યું કે- લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને શ્રમિકોની આર્થિક પરિસ્થિતિ ખૂબજ દયનીય બની છે તેથી કેટલાક લોકો સ્વૈચ્છિક રીતે તેમની મદદ કરવા આગેકૂચ કરી રહ્યા છે તેમને બહાર જવા દેવામાં આવે અથવા સરકાર દ્વારા તમામ વિસ્તારમાં જરૂરિયાતમેદ લોકો સુધી ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવે. તેઓ વધુમાં જણાવ્યું કે લોકડાઉનનો નિર્ણય ખૂબજ સારો છે

જે પ્રજાના સ્વાસ્થ્યના હિત માટે છે પરંતુ જે ગરીબ, શ્રમિકો, બેઘર લોકો કે જેમના ઘરમાં અન્નનું એક પણ દાણું નથી તેમના સુધી ખાવાનું પહોંચાડવામં આવે અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જે લોકોને પાસ આપવામાં આવ્યા છે તેવા લોકોને બહાર જવાની અને લોકોને મદદરૂપ થવાની પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆથ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને અનેક લોકો દ્વ્રારા ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને ગૃહમંત્રી અમિત શાહે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ફૂડ પેકેટ્સ વિતરણ કરવાથી લોકોની ભીડ જમા થાય છે જેથી કોરોના ફેલાવવાનો ભય રહે છે જે બાબતને ધ્યાનમાં રાખી કેટલીક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ્સનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે જેને લઈને મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શૈખ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published.