///

અમદાવાદના કૃષ્ણનગરમાં લોહિયાળ જંગ ખેલાયો, યુવકની હત્યા

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સરેઆમ ગુનાઓ કરી રહ્યાં છે. શહેરના કૃષ્ણનગરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

આ બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આવેલા કૃષ્ણનગર સ્થિત રામગઢ તરીકે પ્રખ્યાત વિસ્તારમાં જાહેર રસ્તા પર લોહિયાળ જંગ ખેલાયો હતો. જેમાં એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ નજીક જાહેર રોડ પર હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં 7 થી 8 લોકોએ એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. આ બનાવ અંગે હાલ પોલીસે હિતેશ તલવાર અને નીશુ શાહ નામના બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.