///

પોતાના જ સાથી ખેલાડીને કેપ્ટને ચાલુ મેચમાં લાફો મારવાનો પ્રયત્ન કર્યો, જુઓ VIDEO

બાંગ્લાદેશમાં એક મેચ દરમિયાન કેપ્ટન પોતાના જ એક ફિલ્ડર પર ગુસ્સે ભરાય છે. જેનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

બાંગ્લાદેશમાં હાલમાં T-20 કપ રમાઈ રહી છે અને લાંબા મુકાબલા બાદ ટોપ 4 ટીમો નક્કી થઇ ગઈ છે. બેક્સિમો ઢાકા અને ફોર્ચ્યુન બર્શિલ વચ્ચે સોમવારે મેચ રમાઈ હતી. જેમાં મુશફિકુર રહીમની કેપ્ટનશીપવાળી ટીમે મેચ 9 રનથી જીતી હતી.

આ મેચમાં પોતાના ગુસ્સાના કારણે રહીમ ચર્ચામાં રહ્યો હતો. રહીમ પોતાની જ ખેલાડી નાસુમ અહમદ પર ભડકી ઉઠ્યો હતો. 17મી ઓવરમાં મેચ રોમાંચક સ્થિતિમાં હતી અને બાર્શિલ ટીમને 19 બોલમાં 45 રનની જરૂર હતી અને પાંચ વિકેટ હાથમાં હતી.

અફીફ હુસૈન સારી બેટિંગ કરી રહ્યો હતો પણ તેઓ બોલને ફાઈન લેગની ઉપર રમવા ગયો અને બોલ હવામાં ઉપર જતી રહી. વિકેટકિપર રહીમ કેચ કરવા માટે દોડ્યો અને ફાઈનલ લેગ પર ઉભો નાસુમ પણ દોડી પડ્યો. રહીમે કેચ પકડી લીધો અને ત્યારે બંને ખેલાડીઓ વચ્ચે ટક્કર થતા થતા રહી ગઈ.

નાસુમ ત્યાં જ ઉભો હતો. પરંતુ તેની અણઆવડતના કારણે રહીમે પોતાની પિત્તો ગુમાવ્યો અને નાસુમને લાફો મારવા પ્રયત્ન કર્યો હતો. જેમ તેમ કરીને રહીમે પોતાનો ગુસ્સો કાબુમાં કર્યો હતો. જોકે નાસુમ ખૂબ ભયભીત થઇ ગયો તેવું લાગી રહ્યું હતું. જોકે બાકીના ખેલાડીઓએ બંનેને શાંત કર્યા અને જુસ્સો વધારવા પ્રયત્ન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.