/

BREAKING NEWS : નમસ્તે ટ્રમ્પ : અમેરિકામાં વસતા ગુજરાતીઓની શું છે લાગણી જાણો

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવી રહ્યા છે. જેની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. જેમાં તેમની મહેમાનગતિ કરવા માટે દેશનાં કરોડો રૂપિયાનો ધુમાડો થઇ ગયો છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે, શું ટ્રમ્પના ભારત પ્રવાસ આવવાથી કરોડો રૂપિયાનો ધુમાડો કરવાથી ભારતને કોઇ આર્થિક ફાયદો થશે ખરા?

શું ગુજરાતમાં યુ.એસનું વિઝા સેન્ટર બનશે ?

ટ્રમ્પનાં ભારત પ્રવાસને લઇને ભારતને આશા રાખીને બેઠુ છે કે, અમેરિકા સાથેના ટ્રેડ પ્રશ્નોનું સમાધાન થશે. ભારતને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ ફાયદો થાય કે ન થાય પરંતુ ટ્રમ્પને ભારત પ્રવાસનો ચોકકસ ફાયદો થશે. આગામી નવેમ્બર માસમાં અમેરિકામાં ચૂંટણી યોજાવવાની છે. જેમાં ચૂંટણીમાં ટ્રમ્પને ફાયદો થશે. ટ્રમ્પનાં ભારત પ્રવાસનું મુખ્ય કારણ ચૂંટણી પણ હોઇ શકે છે. કારણકે અમેરિકાનાં કેલિફોર્નિયા, શિકાગો, ન્યુયોર્ક, ન્યુજર્શી, એટલાન્ટા વિસ્તારોમાં મોટે ભાગે ભારતીય લોકો વસેલા છે. તે વિસ્તારોમાં ડોનાલ્ડ ટ્રમ્પને વોટ મળવાની સંભાવના વધુ થઇ જશે.

અમેરિકન ભારતીય લોકો અમેરિકામાં મોટો વર્ગ ધરાવે છે. હોટલ, મેડિકલ, રિઅલ એસ્ટેટ વેપારમાં ભારતીયોનું વર્ચવસ્વ વધુ છે. ચૂંટણી ફંડ આપવામાં ગુજરાતી અને ભારતીય સમાજ મોખરે છે. હાલની પરિસ્થિતિ જોતાં વિશ્વનો દરેક દેશ એવું ઇચ્છે છે, ટ્રેડ બેલેન્સ હોવું જોઇએ. ભારતે ૬૫ બિલિયન યુએસ ડોલનું નિકાસ કર્યુ છે. જેની સામે અમેરિકાએ ભારતમાં ૪૫ બિલિયન યુએસ ડોલરની નિકાસ કરી છે. અમેરિકા પણ એવું ઇચ્છે છે કે, આ ટ્રેડ બેલેન્સ હોવું જરૂરી છે. 

Leave a Reply

Your email address will not be published.