///

નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં ભીડ ભેગી કરવા માટે ભાજપની અગ્નિ પરીક્ષા થશે

સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકમો દરમિયાન ભીડ એકઠી કરવા માટે દબાણ કરવામાં આવતું હોય છે. અને કાર્યકરોને પણ ભીડ એકઠી કરવામાં પગ તળે પાણી આવી જાય છે. જયારે રાજકીય સભાઓ કે ચૂંટણી પ્રચાર કાર્યકમો હોય છે ત્યારે કાર્યકરો કોઇ પણ ભોગે લાલચો આપીને મસમોટી ભીડ એકઠી કરે છે. જેથી અમદાવાદનાં મોટેરામાં યોજાવનાર નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં ૧ લાખથી વધુ લોકોની ભીડ એકઠી કરવા માટે પ્રદેશનાં હોદેદારો, ધારાસભ્યો, સાંસદો અને તાલુકા કક્ષાનાં પદાધિકારીઓને ભીડ એકઠી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

તેમજ આંગણવાડીની આશાવર્કર બહેનોને પણ ભીડ એકઠી કરવા દબાણ કરાતું હોવાનું માલૂમ પડયું છે. ત્યારે સીક્રેટ સર્વિસ એજન્સીઓ ટ્રમ્પ કાર્યકમમાં પાસ પરમીટ વાળા લોકોને જ પ્રવેશ આપશે. ધરાર લાવવામાં આવેલી ભીડ મોટેરા સ્ટેડિયમમાં કેવી રીતે બતાવી શકાશે? ભાજપનાં જ નેતાઓને એક તરફ કાયદાનું પાલન કરવાનું છે તો બીજુ તરફ ભીડ એકઠી કરી પોતાની લાજ બચાવવાની નોબત આવી ગઇ છે. કારણકે ટ્રમ્પની સુરક્ષા એજન્સીઓ કોઇ જ બાંધછોડ કરશે નહીં. તેમજ કરવા માંગતી પણ નથી.

થોડા દિવસ પહેલા આંતકી સંગઠને વીડિયો વાઇરલ કરી હુમલાની ધમકી આપી હતી જેને લઇને નમસ્તે ટ્રમ્પમાં ૧ લાખ લોકોની ભીડ એકઠી કરવા ભાજપ અને ભગિની સંસ્થાઓને નાકે દમ આવી ગયો છે. અને પરસેવો વળી રહ્યો છે. આ ભીડ એકઠી કરવાની અગિન પરીક્ષામાં ભાજપના કાર્યકરો નાપાસ થશે તો રાજય અને કેન્દ્વનું મંવડી મંડળ ઉઠડો લેશે. તેવી દહેશત હેઠળ ગાઠનાં પૈસે ગોપી ચંદન કરી રહ્યા છે. રાજયસરકારે ભીડ એકઠી કરવા સ્કુલ, કોલેજનાં વિધાર્થીઓને પરિપત્ર બહાર પાડી ફરજીયાત પણે નમસ્તે ટ્રમ્પ કરવા માટે ફરમાન બહાર પાડયુ છે. બીજુ તરફ અમદાવાદનાં તમામ સરકારી અધિકારીઓને પણ હાજર રહેવા ફતવો જાહેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.