///

નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં મહેર મહિલાઓ તલવાર બાજી કરશે

વિશ્વ વિભૂતીઓ ગુજરાતની મુલાકાતે આવવાનાં છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્વ મોદી સિવાયનાં અનેક મહાનુભાવો મોટેરા સ્ટેડિયમ ખાતે ખાસ ઉપસ્થિત રહેવાનાં છે. જેમાં અલગ-અલગ રાજયોનાં સાંસ્કૃતિક કાર્યકમોની મોજ માણશે. જેમાં અલગ-અલગ રાજયોનાં કાર્યકમા યોજાવાનાં છે. જેમાં પોરબંદરનો વિશ્વ વિખ્યાત મહેર મણિયારો રાસ અને મહિલા રાસ પણ યોજાવવાનો છે.

જેમાં ખાસ કાર્યકમ માટે પોરબંદરની મહિલાઓ અને પુરુષો નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં પરંપરાગત પોષાકમાં ઢાલ-તલવારનો રાસ રમી પોતાનું કૌશલ્ય રજુ કરશે તેમજ પુરુષો પણ મહેર-મણિયારો રાસ રમી પોતાની આગવી ઓળખને અમેરિકન મહેમાનો સામે રજુ કરશે. આમતો, મહેર સમાજનો મણિયારો રાસ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે પરંતુ જયારે ગુજરાતને આંગણે અમેરિકન મહેમાનો સામે ગુજરાતની ધરા પર જ દુનિયાનાં સૌથી સ્ટેડિયમમાં પોતાનું કૌશલ્ય રજુ કરવાની તક મળતા મહિલાઓ અને પુરુષો સતત રિહર્સલ કરી રહ્યા છે. અને પોતાનાં સમાજનું ગૌરવ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.