//

નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં ભાજપના ધારાસભ્યોને જવું હશે તો કોંગ્રેસ કાર્ડ આપશે !

અમેરિકન રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે ગુજરાતના અમદાવાદ દિલ્હી અને આગ્રાના તાજમહેલની ખાસ મુલાકાતે પધારવાના છે  તેમના માટે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યોછે અને કાર્યક્રમમાં કેટલા લોકોને આવવાનું છે તેમના માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી રહીછે જે મહેમાનો આવવાના છે તેમના નિમંત્રણ કાર્ડ પણ આપવામાં આવ્યાછે પરંતુ નિમંત્રણ કાર્ડ આપવામાં કેટલીક ભૂલો કાર્યક્રમ પૂર્વે બહાર આવી રહી છે અને સરકારી અધિકારીઓની પોલ ખુલી રહી છે અને સત્તાધારી પક્ષના ધારાસભ્યો અને હોદેદારોના નિમંત્રણ કાર્ડ જેતે ધારાસભ્યોને એમના નિવાસસ્થાન કે એમના ક્વાર્ટર પર અથવા કાર્યાલય પર આપવાના બદલે ભાજપના ધારાસભ્યોના નિમંત્રણ કાર્ડ વિરોધ પક્ષના નેતાની કચેરીએ પહોંચી જતા ચર્ચાનો વિષય બની ગયોછે.

હાલ તો એવી પરિસ્થિતિ સર્જાણી છે કે ગુજરાતમાં ભાજપનું શાસન છે નમસ્તે ટ્રમ્પ કાર્યક્મ પણ ગુજરાત સરકાર આયોજિત છે ત્યારે ગુજરાત ભાજપાના ધારાસભ્યોને નમસ્તે ટ્રમ્પ કાર્યક્મમાં જવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની કચેરીએ કાર્ડ લેવા જવું પડશે અને નીચું જોવું પડે તેવું થઇ રહ્યું છે.

ભાજપના ત્રણ જેટલા ધારાસભ્યોના નિમંત્રણ કાર્ડ હાલ વિપક્ષ નેતા પરેશ ધાનાનીની કચેરીએ પહોંચી ગયા છે તેના પર નઝર કરી એ તો ઊંજાના ધારાસભ્ય આશા પટેલ ,ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પરસોતમ ઉકાભાઇ સાબરીયા અકોટા ના ધારાસભ્ય સીમાબેન અક્ષયકુમાર મોહીલ જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ સહીત ના અનેક ધારાસભ્યોના નિમંત્રણ કાર્ડ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના કાર્યાલયે પહોંચી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે આમંત્રણ કાર્ડ આપનારે જાણી જોઈને ભૂલ કરી કે ધારાસભ્યોએ જ વિપક્ષ કાર્યાલય પર કાર્ડ આપવાનું જણાવ્યું હતું તે એક સવાલ છે.

Leave a Reply

Your email address will not be published.