///

નમસ્તે ટ્રમ્પ : જવાબદાર પોલીસ અધિકારી બન્યા બેજવાબદાર

આવતીકાલે ગુજરાત બે મહાન હસ્તીઓનું આગમન થવાનું છે તેના માટે કાયદો વ્યવસ્થાની પૂરતી વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસ સહીતની તમામ સુરક્ષા એજન્સીઓ ખડેપગે છે ત્યારે સુરક્ષામાં કોઈ સુરક્ષા એજન્સીઓ કાંઈ બાંધછોડ઼ કરવા નથી માંગતી ત્યારે આવા કાર્યક્રમમાં કોઈ ને પાસ કે નિમંત્રણ વગર આવવા પર પણ ઘણી બધી ચોકસાઈ કરવામાં આવી છે.

ત્યારે ગુજરાત ના  એક પોલીસ અધિકારી પોતાની સરકારી ગાડીમાં તેમના પુત્રને કાર્યકમના સ્થળ સુધી લઈ જવા માંગતા હતા અને ત્યાં અન્ય એક અધિકારીએ રોકીને ચેક કરતા મામલો બિચક્યો હતો પછી તો સમાધાન માટે ઉપરી અધિકારીઓને ભાઈ સાહેબ કરી ને મામલો શાંત પાડવા દોડી આવવું પડ્યું હતું. વાત જાણે એમછે કે નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં પોલીસ અધિકારીઓ ને ખડેપગે રહેવા ની સૂચના છે તેવા સમયે રાજ્યના પોલીસ બેડામાં ફરજ બજાવતા DYSP એ.બી.સૈયદ પોતાની સરકારી ગાડી માં પોતાના પુત્ર ને લઇ ને કાર્યકમ ના સ્થળ અને પોતાની ફરજના સ્થળ પર લઇને આવ્યા હતા તેવા સમયે પોલીસ નું સધન ચેકીંગ ચાલતું હતું ત્યારે પોલીસ અધિકારી ACP  ડી.એમ વ્યાસે DYSP એ,બી,સૈયદે  સરકારી ગાડી  તે ગાડી ચેક સરકારી  DYSP એ,બી,સૈયદનો પુત્ર સરકારી ગાડી માંથી મળી આવ્યો હતો તેની પુછપરછ કરતા DYSP પોતાના પુત્ર ને ક્યાં કારણ થી સરકારી ગાડી માં લાવ્યા તેમની પાસે પાસ કે નિમંત્રણ છે કે કેમ જાણવા ની કોસીસ દ્રારા કરવા માં આવી રહી હતી.

તેટલી જ વારમાં તો  DYSP અને ACP  ડી.એમ. વ્યાસે વચ્ચે મામલો બગડ્યો હતોને તું તું મેમે પર આવી ગયા હતા થોડી વારની બબાલ બાદ રાજ્યના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતાને મામલો વધુ બગડે અને સુરક્ષા કાર્મીચારીઓ ની આબરૂ ના લીરા ઉડે તે પહેલા જ મામલો શાંત કરવા નો પ્રયાશ કર્યો હતો બનાવ ના સ્થળ પર હાજર સ્થાનિક લોકો માં એવો કચવાટ હતો કે જો પોલીસ અધિકારીઓ જ આવી રીતે પોતાના પરિવારજનો ને સરકારી ગાડી માં લઇ ને આવે તો ગુન્હેગારો પણ પોલીસ છાવરતી હોઈ તેમાં કોઈ શઁકા ને સ્થાન નથી ત્યારે મોટેરા ખાતે ના સુરક્ષા બંદોબસ્ત માં રાજ્ય ની પોલીસ ની જ આવી મુરાદ થી લોકો ની ભીડ જોવા એકઠી થવા માંડી હતી અને પોલીસ ની બબાલ નો વિડીયો કેમરા માં કેદ કરી વાયરલ કરવા લાગ્યા હતા

બેજવાબદાર બની ને DYSP કક્ષાના અધિકારીઓ પોતાના જ વિભાગના અધિકારીઓ ને ગાંઠતા નથી તો સામાન્ય માણસ ની સામે આવા પોલીસ અધિકારી નું વર્તન કેવું હશે તે એક સવાલ છે જોકે થોડા દિવસો પહેલા પણ રાજ્ય ના કેટલાક પદાધિકારીઓ એ રાજ્ય ના સરકારી બાબુ ઓ ધારાસભ્ય જેવા અને પક્ષના જવાબદાર પદાધિકારીઓ ને ગાંઠતા નથી તેવી વાતો વહેતી થઇ હતી તેમાં આવત શૂર પૂરાવતો હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે.

Leave a Reply

Your email address will not be published.