//

ટ્રમ્પની મુલાકાત તમામ સરકારી અધિકારીઓને ટ્રાફિકના પાઠ ભણાવશે

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ આડેધર પાર્ક કરેલા વાહનોને ટોઇન કરવાની કામગીરી હાથધરી છે. પરંતુ જો સામાન્ય નાગરિક સિવાય રાજનેતાઓ હોય કે પછી સરકારી અધિકારી હોય કે પોલીસ પોતે પણ કેમનાં હોય તો પણ અમદાવાદની ટ્રાફિક પોલીસ રસ્તામાં પાર્ક કરેલું કોઇ પણ વાહનનું ટો કરે છે. જેનું ઉદાહરણ આજે જોવા મળયું છે. સરકારી ગાડીઓનાં ડ્રાઇવરો અને ટ્રાફિક પોલીસ વચ્ચે અવાર-નવાર તું તું મૈં મૈં થતું હોય છે. ત્યારે શહેરની ટ્રાફિક પોલીસે રોડ પર કરેલા પાર્કિગ બાબતે ટો કરવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી હાથધરી છે.

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ અમદાવાદમાં આવવાના હોવાથી તેમના કામ અંગે અન્ય કોઇ પણ કામ અર્થે આવતા અધિકારીઓનાં ડ્રાઇવરો અવ્યવસ્થિત ગાડી પાર્ક કરી દેતા હોય છે. જેને લઇને શહેરમાં આજે વડોદરા રૂરલ પોલીસની ગાડી રસ્તા વચ્ચે પાર્ક કરેલી હતી. જેને લઇને ટ્રીફિક પોલીસે વડોદરા રૂરલ પોલીસની ગાડીને પણ ટો કરી હતી. જે જોતા લોકોમાં આકર્ષણ ઉભુ થતા લોકોનાં ટોળા એકઠા થયા હતાં. શહેરનાં સ્થાનિકો વડોદરા પોલીસની ગાડી ટો થતા જોઇને કાયદો પાલન કરવાની ફરજ પાડી હતી.

જોકે ટ્રાફિકે આજે વડોદરા રૂરલ પોલીસને ટ્રાફિકનાં પાઠ ભણાવયા હતાં. જેને લઇને તેમની રસ્તા વચ્ચે પડેલી ગાડીનું ટો કરીને પાસેના પાર્કિગ પ્લોટમાં લઇ જઇને વડોદરા પોલીસની ઉધડી લીધી હતી અને ટ્રાફિકના કાયદાનો ચુસ્તપણે પાલન કરવા અંગે જણાવી ઠપકો આપ્યો હતો અને કીધુ હતુ કે પોલીસ થઇને તમે જ કાયદાનું પાલન નહીં કરો તો સામાન્ય નાગરિક કેવી રીતે કરશે?

Leave a Reply

Your email address will not be published.