/

ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીને કોંગ્રેસ તોડવાનાં આપ્યા સંકેત

રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસે રાજસસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ચૂંટણીનાં અખાડામાં ઉતારી દીધા છે. જેમાં ભાજપે ૩ અને કોંગ્રેસે ૨ ઉમેદવારો રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. જેથી આજે વિજય મુર્હુતમાં ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ચૂંટણીનાં મેદાને ઉતાર્યા છે. જેમાં નરહરિ અમીને પોતે જ ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. જેથી તે વિજય મૂર્હતમાં આજે ઉમેદવારીનું ફોમ ભરશે. નરહરિ અમીને ચૂંટણી અંગે જણાવ્યુ હતુ કે, ભાજપનાં કેન્દ્વીય નેતૃત્વએ મને ફોર્મ ભરવા માટે જણાવ્યુ હતું. કોંગ્રેસમાં હાલના તબક્કે આંતરિક વિવાદો ચાલી રહ્યા છે.

આ આંતરિક વિવાદોના કારણે જ મારી જીત થશે. વધુમાં નરહરિ અમીને જણાવ્યુ હતુ કે, મેં ૨૦૧૨માં કોંગ્રેસ છોડી દીધુ હતું. હાલ હું ભાજપનો સૈનિક છું. કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોને હું મળીને મત માંગીશ તેમજ ચૂંટણી જીતીશ તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. નરહરિ અમીન જયારે ૨૦૧૨ સુધી કોંગ્રેસમાં હતાં ત્યારે તે અને કોંગ્રેસનાં રાજયસભાનાં હાલના ઉમેદવાર શકિતસિંહ ગોહિલ બંન્ને મિત્રો હતાં. પરંતુ હવે આ મિત્રતા હવે ચૂંટણીનાં મેદાને જોવા મળશે કે કેમ તે જોવાનું રહેશે? ભૂતપૂર્વ બંન્ને મિત્રો ચૂંટણીમાં સામ-સામે આવી જતા કોણે વિજય પ્રાપ્ત થશે તે જોવાનું રહ્યુ?

Leave a Reply

Your email address will not be published.