//

નરહરિ અમીન રાજ્યસભાની ચૂંટણી હાર્યા તો શું થશે હાલ જાણો

ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું સ્થાન ધરાવતા નરહરિ અમીને કોંગ્રેસને રામરામ કરી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો ભાજપે પણ કોંગ્રેસ છોડી આવેલા નરહરિ અમીનને સાચવી લીધા અને ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા નરહરિ અમીન કોંગ્રેસમાં ખુબજ હોશિયાર અને બાહોશ નેતાની છાપ ધરાવતા હતા પરંતુ ભાજપમાં જતા તેને થોડા સમય માટે તો ખૂણામાં બેસવું પડ્યું હતું પછી ભાજપે નરહરિ અમીનને આયોજન પંચમાં ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક આપી હતી હવે રાજ્યસભાની ચૂંટણી આવી એટલે ભાજપે કોંગ્રેસ સામે પાટીદાર નેતા ઉભા રાખવા નરહરિ અમીનને ખભે બંદૂક રાખી અને કોંગ્રેસને નિશાન બનાવ્યું છે.

હવે પરિસ્થિતિ એવી છે કે જો રાજ્યસભાની ચૂંટણી નરહરિ અમીન બળવંત સિંહ રાજપૂતની જેમ હારે તો કોર્ટ કચેરીના ધક્કા અને હોદા વગરના થઇ જાય તેવી પરિસ્થિતિ હાલ નરહરિ અમીનની છે જોકે પાટીદાર સમાજ નરહરિ અમીન સાથે રહીને જો એક થાય અને જ્ઞાતિનો જ ઉમદેવાર ગણી ભાજપા અને કોંગ્રેસ એક સાથે મતદાન કરે ને જીતે તો અમીનને લાભ થાય પરંતુ ભાજપના નારાઝ ધારાસભ્યો નરહરિને હરાવે તો નરહરિ અમીનનું રાજકારણ જોખમમાં મુકાઈ જાય તેમ છે  હાલ તો નરહરિ અમીને રાજ્યસભાના સાંસદની લાલચમાં આયોજન પંચ માંથી પણ રાજીનામુ ધરી દીધું છે હવે જો રાજ્યસભામાં નરહરિ અમીન હારે તો અમીનને જમીન પાર બેસવાનો વારો આવે તેમ છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published.