/

રાજ્યસભના સાંસદ બને તે પહેલા નરહરિ અમીનનું રાજીનામુ ?

13 માર્ચ  

ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીના આજે ફોર્મ ભરવાની મુદત છે કોંગ્રેસ અને ભાજપે બે-બે ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે કોંગ્રસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામો ની જાહેરાત કરી છે તો ભાજપે અભય ભારદ્વાજ અને રમીલા બારા ના નામ જાહેરાત કરી છે  પરંતુ ભાજપ ને ત્રણ બેઠકો ગુજરાતની જીતવાની આશા છે  તેથી ભાજપે હવે નરહરિ અમીન ને પણ પાછળ થી મેદાન માં ઉતારી ને કોંગ્રેસનો ખેલ બગાડવાનો પ્રયાસ કર્યો  છે નરહરિ અમીન આયોજન પંચ ના ઉપાધ્યક્ષ છે નરહરિ અમીન મૂળ કોંગ્રેસના છે ચૂંટણી સમયે તોડજોડ કરી ને નરહરિ અમીન ને ભાજપમાં લાવવા માં આવ્યા હતા.

હવે ભાજપે આજે પાછલા બારણે થી નરહરિ અમીન ને રાજ્યસભા  ના ઉમેદવાર તરીકે મુકવા નો નિર્ણય કરતા કોંગ્રેસ માં અવઢવ જોવા મળી રહ્યું છે નરહરિ અમીન કોંગ્રેસ ના અનેક ધારાસભ્યો ના સંપર્ક માં  છે  તેથી અમીન ને જીતાડવા ભાજપ ગમેતેવા દાવપેચ રમી શકે છે અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી અમીનને જીતાડવા નો પ્રયાસ શરૂ કરવા માં આવ્યા છે હાલ નરહરિ અમીને આયોજન પંચ ના ઉપાધ્ક્ષએ થી રાજીનામુ  ધરી દીધું છે અને રાજ્યસભાના ઉમેદવવરી પત્ર ભરવા ના છે જોવા નું છે કે દર વખત નીજેમ કોંગ્રેસ રાજ્યસભામાં પોતાના ધારાસભ્યોને મતદાન સુધી ગુજરાત બહાર રાખે છે  આ વખતે ભાજપ ના ભય થી કોંગ્રેસ ધારાસભ્યોને ક્યાં છુપાવા છે.

Leave a Reply

Your email address will not be published.