///

નર્મદા પોલીસે સાયબર યોદ્ધા નામનો પ્રોજેક્ટ કર્યો લોન્ચ

સોશિયલ મીડિયા પર તેમજ ફોન દ્વારા આપવામાં આવતી લોભામણી જાહેરાતોને પગલે કેટલાક લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવી બેસતા હોય છે, ત્યારે આ પ્રકારના કિસ્સાઓ નર્મદા જિલ્લામાં પણ સામે આવ્યા છે, જેને પગલે પોલીસે ગુના પણ દાખલ કર્યા છે અને કાર્યવાહી પણ કરી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના લોકો હવે સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.

નર્મદા પોલીસે લોકો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે સાયબર યોદ્ધા નામનો એક પ્રોજેકટ લોન્ચ કર્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત નર્મદા જિલ્લાના તમામ વિસ્તારમાં ઘરે ઘરે જઈને પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સાયબર ક્રાઈમ બાબતે લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવશે. સાથે જ નર્મદા જિલ્લા પોલીસ વડા ડૉ. હિમકર સિંહે DSP કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતમાં આ પ્રોજેકટ લોંચ કર્યો હતો.

આ પ્રોજેક્ટ અંગે નર્મદા DSP હિમકર સિંહે જણાવ્યું હતું કે, હાલ કેટલાક લોકો સાયબર ક્રાઈમનો ભોગ બને છે. જેમાં ઊંચા વ્યાજે રોકાણ કરવા, મોબાઈલ ટાવર ઉભા કરવા, ઓછા રોકાણે ધંધા રોજગાર કરવા સહિત અનેક લોભામણી જાહેરાતો દ્વારા જનતા સાથે છેતરપીંડી થઈ રહી છે. તો ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડ છેતરપીંડીને લગતા કેસો પણ ખૂબ જ વધી રહ્યા છે. તો આ પ્રકારના તમામ સાયબર ક્રાઈમને લગતા અલગ અલગ બનાવો બાબતે નર્મદા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ જિલ્લાના 1 લાખ ઘરો સુધી પહોંચી 6 લાખ લોકોને માહિતગાર કરી જાગૃત કરશે.

સાયબર ક્રાઈમની જાગૃતિ મામલે સમગ્ર ગુજરાતમાંથી નર્મદા જિલ્લામાં પહેલ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.