/////

નાસાનું નવું સંશોધન : ચંદ્ર પર ધાર્યા કરતા પણ વધુ મળ્યું પાણી

કવિઓ અને વૈજ્ઞાનિક સહિત આમજનતામાં ચંદ્રએ પૃથ્વીનો સૌથી નજીકનો ઉપગ્રહ છે તે એક રસનો વિષય રહ્યો છે. વર્ષ 1969માં સૌ પ્રથમવાર અમેરિકાના અવકાશ યાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો હતો, ત્યારથી ચંદ્ર પર વસવાટ કરવાનું સપનું માનવ સેવતો આવ્યો છે પરંતુ જીવવા માટે હવા, પાણી, વાતાવરણનો ચંદ્ર પર અભાવ છે.

દાયકાઓથી ચંદ્ર પર પાણીની ખોજ ચાલી રહી છે, ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ભારતના ચંદ્રયાન-1એ ચંદ્ર પર પાણીની હાજરી હોવાનું નોંધ્યું હતું. હવે અમેરિકાની જાણીતી અંતરિક્ષ એજન્સી નાસાએ પણ ચંદ્રની ઠંડી બાજુઓ પર અગાઉના અનુમાનોની તુલનામાં વધારે પાણી હોવાનું જાહેર કર્યું છે. અગાઉના અનુમાનોથી 20 ટકા વધુ જગ્યા પર પાણીના પ્રમાણ મળ્યા છે, અલબત્ત આ પાણી અણુના સ્વરૂપમાં મળ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ પાણીનો ઉપયોગ પીવા માટે પણ કરી શકાય છે. ઇંધણ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ગોર્ડાડ સ્પેસ ફલાઇટ સેન્ટરની ટીમે ચંદ્રની સપાટી પર અણુના (એચટુઓ) રૂપમાં પાણીનો પતો મેળવ્યો છે. અગાઉના અભ્યાસોમાં પાણી અને હાઇડ્રોલિક્સના અણુઓને લઇને સંશય હતો. નવા નવા અભ્યાસમાં આ સંશયને દૂર કરાયો છે. ટીમની આગેવાની કરતા કેસી હોનિબલે જણાવ્યું હતું કે અણે જે પાણીનો પતો મેળવ્યો છે તે બરફના રૂપમાં નથી બલકે પાણીના અણુના રૂપમાં છે. આ અણુઓ એક બીજાથી એટલા દૂર છે કે બરફ કે પ્રવાહી અવસ્થામાં આવી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published.