///

નવરાત્રીનો જામતો માહોલ, દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, કેરળમાં હજી સ્થિતિ ચિંતાજનક

કેન્દ્રીય આરોગ્ય વિભાગે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,132 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 193 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નવી દિલ્હીઃ અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને લોકો મનમૂકીને ગરબે ઝૂમી રહ્યા છે અને આગામી દિવસોમાં દિવાળીનો પણ તહેવાર આવી રહ્યો છે ત્યારે બીજી તરફ દેશમાં કોરોનાની સંખ્યામાં ઘટાડો પણ નોંધાતા દેશવાસીઓમાં રાહત દેખાઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,132 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 193 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે, સૌથી વધુ સંક્રમિત રાજ્ય કેરળ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,132 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 193 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,39,71,607 થઈ ગઈ છે.

આ ઉપરાંત, દેશમાં કુલ 95,19,84,373 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 46,57,679 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 32 લાખ 93 હજાર 478 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 21,563 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,27,347 એક્ટિવ કેસ છે.

અત્યાર સુધીમાં કુલ 4,50,782 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 58,36,31,490 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 10,35,797 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ?
ગુજરાતમાં કોરોના સંક્રમણનીવાત કરીએ તો નવા 18 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,872 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી રવિવારે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં 8,58,029 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.