/////

નવરાત્રી Video: વડોદરાના આ મંદિરમાં પુરુષો રમ્યા ગરબા, જાણો સદીઓ જૂનો શું છે વિશેષ ઇતિહાસ

ગુજરાતના વડોદરા શહેરની નવરાત્રી નો રંગ સૌથી નિરાળો છે.

વડોદરા: દેશભરમાં નવરાત્રીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક શહેરમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા માટે પંડાલો છે અને પંડાલોમાં લોકો હોંશે હોંશે ગરબે ઘુમવા જાય છે. આ ઉપરાંત, નવરાત્રિમાં રાસ ગરબા ની સાથે ખાણી પીણી માટેના પણ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિમાં ગરબાનું વિશેષ મહત્વ છે. ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં લોકો નવરાત્રી પર ઉલ્લાસ સાથે ગરબા રમે છે. દરમિયાન, ગુજરાતના વડોદરા શહેરની નવરાત્રી નો રંગ સૌથી નિરાળો છે. વડોદરામાં આવેલું એક મંદિરમાં તેના સદીઓ જૂના ઇતિહાસને કારણે વિશેષ ખ્યાતિ ધરાવે છે. અહીં અંબામાતાના મંદિરમાં પુરુષો ગરબા રમીને સદીઓ જૂની પરંપરાનું પાલન કરતા નજરે પડે છે.

વડોદરામાં આવેલા અંબા માતા મંદિરમાં વર્ષો જૂની પરંપરા છે, જેમાં પુરુષો ગરબા રમે છે. અહીં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી સાથે માતાના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

આ મંદિરના વીડિયોમાં જોઈ શકાય છે કે પુરુષો લાઈનમાં ઊભા છે. મંદિરમાં દીવાઓ પ્રગટાવી રહ્યા છે. મા દુર્ગાના ભજન અને આરતીઓ સ્પીકર પર વગાડવામાં આવી રહી છે. દરમિયાન પુરુષો ત્યાં લાઈનમાં ઉભા રહીને ગરબા રમી રહ્યા છે.

સદીઓ જૂની આ પરંપરા અંગે મંદિરના પૂજારીએ જણાવ્યું કે જૂના સમયમાં મહિલાઓને મોડી રાત્રે ગરબામાં ભાગ લેવો સલામત માનવામાં આવતો ન હતો. તેથી જ પુરુષોએ તે કરવાનું શરૂ કર્યું. જો કે, તેનો અર્થ એ નથી કે અહીં મહિલાઓને આવવા પર પ્રતિબંધ છે. મહિલાઓ પણ અહીં આવી શકે છે અને ભાવ પૂર્ણ ગરબા રમી શકે છે.

ગરબા રજૂ કરનારમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનો સમાવેશ થાય છે. આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે ઘણા લોકો પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.