સુકમામાં નક્સલીઓએ કર્યો IED વિસ્ફોટ, એક જવાન શહીદ, 9 ઘાયલ

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સર્ચિંગ પર નીકળેલા જવાનો પર નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો હતો. જેમાં CRPFના કોબરા 206 બટાલિયનના 10 જવાનો ઘાયલ થયા હતાં.

આ હુમલામાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નીતિન ભાલેરાવ સારવાર દરમિયાન શહીદ થયા હતાં. આ ઉપરાંત 8 ઘાયલ જવાનોને રાયપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 2 જવાનોની સારવાર ચિંતાલનર કેમ્પમાં જ ચાલી રહી છે.

બસ્તરના IG સુંદરરાજ પીએ ખબરની જાણકારી આપતા કહ્યું કે બ્લાસ્ટ બુર્કાપાલ કેમ્પથી 6 કિલોમીટરના અંતરે થયો હતો. નક્સલીઓની હાજરીની સૂચના મળતા ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. જવાનો મોડી સાંજે જ્યારે તાડમેટલા ગામની નજક જંગલમાં હતા ત્યારે નક્સલીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો. આ ઘટનામાં 10 જવાનો ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published.