///

કરણ જોહરના ઘરે યોજાયેલી સેલિબ્રિટીઝની પાર્ટીમાં NCB ને મળ્યા નહી ડ્રગ્સના પુરાવા

કરણ જોહરના ઘરે યોજાયેલી બોલીવુડ સેલિબ્રિટીઝની પાર્ટીના વાયરલ વીડિયોનો બીજો ફોરેન્સિક રિપોર્ટ પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને મળી ગયો છે. જેમાં જાણવા મળેલ માહિતી પ્રમાણે રિપોર્ટમાં કોઇ નશીલા પદાર્થની પુષ્ટિ થઇ નથી.

ગુજરાત રાજ્યના ગાંધીનગર FSLએ પોતાની ફાઇનલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, વીડિયોમાં ડ્રગ્સ જેવા કોઇ પદાર્થ અથવા અન્ય મટરિયલ જોવા મળ્યું નથી. આ ફક્ત સફેદ રંગની ઇમેજ રિફ્લેક્શન ઓફ છે. આ ઉપરાંત સ્ટાફનો પણ કોઇ સંદિગ્ધ શખ્સ વીડિયોમાં જોવા મળતો નથી. અકાળી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ આ વાયરલ વીડિયો પર આપત્તિ વ્યક્ત કરી એનસીબીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એજન્સીએ વીડિયોને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલતાં પોતાની તપાસ શરૂ કરી હતી. સાથે જ આ વીડિયો વર્ષ 2018નો છે જે કરણ જોહરના ઘર થયેલી પાર્ટી દરમિયાન વાયરલ થયો હતો. જોકે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બીજી ફોરેન્સિક રિપોર્ટમાં એ સ્પષ્ટ થઇ ગયું છે, તે દરમિયાન કોઇ ડ્રગ્સનો ઉપયોગ થયો ન હતો.

Leave a Reply

Your email address will not be published.