///

કોમેડિયન ભારતી સિંહના નિવાસસ્થાને NCBના દરોડા

એન્ટરટેઈનમેન્ટ માટે જાણીતી ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના મુંબઈ સ્થિત ઘરે NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમામે શનિવારના દિવસે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ-અલગ સ્થળો પર NCBએ દરોડા પાડ્યા છે. ભારતી સિંહ અને તેના પતિ પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ છે.

સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદ બોલિવૂડની દુનિયામાં ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત બોલિવુડ સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. ત્યારે થોડા સમય પહેલા જ બોલિવુદ અભિનેતા અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, કોમેડિયન ભારતી સિંહે ‘ધ કપિલ શર્મા શૉ’, ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ જેવા શૉમાં એક્ટિંગની સાથે જ એન્કરિંગ પણ કર્યું છે. ભારતી સિંહે ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.