મુંબઈ ડ્રગ્સ કેસમાં NCBએ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને એકવાર ફરી સમન્સ પાઠવ્યું છે. મળેલ માહિતી પ્રમાણે તેમની ફરી એકવાર પૂછપરછ કરવામાં આવી શકે છે. આ પહેલા પણ 25 સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ એનસીબીની એસઆઈટી ઓફિસ પહોંચી હતી. તેમને ડ્રગ્સના કેસમાં તપાસમાં જોડાવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સમન્સ અપાયું હતું.
જોકે, દીપિકાને ડ્રગ્સ ચેટ અંગે એનસીબી દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યા હતા, ત્યારે દીપિકાએ ચેટ કર્યાના મનાઈ કરી દીધી હતી, પરંતુ જ્યારે કરિશ્માની સામે બેસાડી તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે ઘણી ચર્ચા બાદ તેણે કબૂલાત કરી હતી કે, તેણે ચેટમાં ‘માલ’ મંગાવ્યો હતો. જેનો અર્થ સિગારેટ થાય છે.
આપને જણાવી દઈએ કે, એનસીબીએ આ મામલામાં અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરી છે. જેમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી, સુશાંત સિંહ રાજપૂતના મેનેજર સેમ્યુઅલ મીરાન્ડા, દીપેશ સાવંત સહિત ડ્રગ્સ પેડલર ઝૈદ, બસીત પરિહાર સહિત અન્યનો સમાવેશ થાય છે. જોકે રિયા અને સેમ્યુઅલને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.