////

ડ્રગ્સકાંડ: બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને ત્યાં NCBના દરોડા

ડ્રગ્સના કેસને લઈને એનસીબીએ ફિલ્મ ઉદ્યોગ પર તેનો કબ્જો વધુ કડક બનાવ્યો છે. જેમાં એક પછી એક એમ કેટલાક બોલિવુડ અભિનેતા તેમજ અભનેત્રીના નામ સામે આવી રહ્યાં છે. જેમાં ગઈકાલની વાત કરીએ તો, જાણીતા ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીની ધરપકડ કરીને તેને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ હવે વધુ એક બોલિવૂડ અભિનેતાને ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે. ડ્રગ્સ કેસ મામલે અર્જુન રામપાલને ત્યાં એનસીબીએ દરોડા પાડ્યા છે. હાલમાં આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

બોલિવુડ અભિનેતા સુશાંત રાજપૂતની આત્મહત્યાના કેસ પછી તેમાં ખુલેલા ડ્રગ્સના મામલા પછી ઇડી, સીબીઆઇ પછી નાર્કોટ્કિસ કંટ્રોલ બ્યૂરો પણ ફિલ્મ ઉદ્યોગની એક પછી એક વ્યક્તિઓની તપાસ કરી રહી છે, જે સામાન્ય રીતે ડ્રગ્સ લે છે. ગત અઠવાડિયે એનસીબીએ સાઉથ આફ્રિકન મૂળના અગિસિલાઓસ ડેમેટ્રિએડસની ધરપકડ કરી હતી, તેનો સબંધ અર્જુન રામપાલ સાથે હતો. અગિસિલાઓસ, અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સનો ભાઇ છે. જેના પગલે જ અર્જુન રામપાલને ત્યાં દરોડા પડ્યા હોવાનું માનવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણની પણ આ અંગે પૂછપરછ થઈ ચૂકી છે. આ સિવાય ઘણી ફિલ્મી અભિનેત્રીઓની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના છે. પરંતુ કદાચ પ્રથમ વખત બોલિવૂડ અભિનેતાને ત્યાં દરોડા પડ્યા છે. ત્યારે ડ્રગ્સ કાંડનો છેડો ફિલ્મી અભિનેત્રી અને ફિલ્મી અભિનેતાઓની સાથે ફિલ્મી નિર્માતાઓ સુધી પણ પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.