/

પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે NCBની રેડ

ફિલ્મ પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રેડ પાડી છે. મુંબઇમાં NCBની એક મોટી ડ્રાઇવ ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ડ્રગ્સ મળતા તપાસ ચાલુ છે.

NCBની ટીમ ફિરોઝ નડિયાદવાલાના ઘરે પહોચી હતી. હાલમાં તપાસ બાદ NCBની ટીમ ફિરોઝ નડિયાદવાલાના ઘરેથી નીકળી ગઇ છે, જોકે, આ દરમિયાન ફિરોઝ નડિયાદવાલા પોતાના ઘરે નહતા. ફિરોઝ નડિયાદવાલાના ઘરમાંથી NCBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં ડ્રગ્સ મળી આવ્યુ હતું. NCB કેટલાક દિવસોમાં જ પ્રોડ્યુસરને સમન મોકલી શકે છે. મુંબઇની ટીમે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં મુંબઇમાં કાલે 5 સ્થળોએ રેડ કરી હતી.

NCBએ પકડ્યા 5 ડ્રગ પેડલર્સ

ગત રાત્રે જ NCBની ટીમે કેટલાક ડ્રગ્સ પેડલર્સના ઘરે રેડ કરી હતી. આ મામલે અત્યાર સુધી 5 ડ્રગ પેડલર્સની NCBએ અટકાયત કરી છે. પકડાયેલા ડ્રગ પેડલર્સે જ પ્રોડ્યૂસરનું નામ જાહેર કર્યુ હતું. મહત્વપૂર્ણ છે કે ફિરોઝ નડિયાદવાલા ‘હેરાફેરી’, ‘આવારા પાગલ દીવાના’ અને ‘વેલકમ’ જેવી કેટલીક હિટ ફિલ્મોના પ્રોડ્યૂસર છે. આ પહેલા ઇન્કમટેક્સની બાકી રકમમાં ફિરોઝ નડિયાદવાલાને ત્રણ મહિનાની જેલ થઇ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.