//

બિહારમાં આજે NDAની બેઠક, દિગ્ગજ નેતા પણ થશે સામેલ

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હવે સરકારના ગઠનને લઈને પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આજે રવિવારે પટનામાં મુખ્ય પ્રધાન આવાસ પર NDAની મહત્વની બેઠક યોજાશે. જેમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશકુમારને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.

સૌથી ખાસ વાત તો એ છે કે, આ બેઠકમાં કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાાન દેવેન્દ્ર ફડણવીસ ખાસ ઉપસ્થિત રહેશે.

આ અંગે બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સંજય જયસ્વાલે ફેસબુક પોસ્ટના માધ્યમથી જણાવ્યું કે, “બપોરે 12:30 કલાકે NDAના વિધાયક દળની બેઠક મુખ્ય પ્રધાન આવાસ પર મળશે. જેમાં પર્યવેક્ષક તરીકે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજરી આપશે. બિહાર ભાજપ તરફથી તેમનું હાર્દિંક સ્વાગત…”

NDAની બેઠક પહેલા ચારેય સહયોગી પાર્ટીઓ એટલે કે JDU, BJP, HAM અને VIPના ધારાસભ્યોની પોતાની બેઠકો થશે. આ બેઠકમાં NDAના સંભાવિત નેતાના નામ પર ચર્ચા કરવા સાથે તેમના નેતૃત્વમાં સરકાર ગઠન માટે રાજ્યપાલને સોંપવાનો પત્ર તૈયાર કરાશે. સંયુક્ત બેઠક બાદ ચારેય પાર્ટીઓ દ્વારા રાજ્યપાલને સમર્થન પત્ર સોંપવામાં આવશે.

આ સાથે જ NDA રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જે બાદ તેમની ઈચ્છા પ્રમાણે તારીખ અને સમય નક્કી કરીને શપથ ગ્રહણ સમારોહ આયોજિત થશે. જો કે એવી અટકળો થઈ રહી છે કે, 16 નવેમ્બરે શપથ ગ્રહણ સમારોહ આયોજિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.