//

IMBL નજીક પાક મરીન સિક્યુરિટીનાધામા 9 બોટ સાથે 51 માછીમારોના અપહરણ

ભારતીય જળ સીમાએ પાક મરીન અવાર નવાર પોતાના લખણ ઝળકાવી રહ્યું છે એક જ સપ્તાહમાં ત્રીજી વખત પાક મરીને સૌરાષ્ટ્રની કુલ નવ બોટો સાથે માછીમારોના અપહરણથી માછીમાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સમુદ્રી સુરક્ષા એજન્સીઓ સામે સવાલો કરી રહી છે

છેલ્લા એક સપ્તાહથી માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા જતા ડરે છે કારણકે સમુદ્રમાં માછીમારોની પાક મરીન સિક્યુરિટી એજન્સી દ્રારા હેરાનગતિ કરવામાં આવી રહી છે પ્રથમ ગત તારીખ 14 ફેબ્રુઆરીએ 4 બોટ સાથે 22 માછીમારોના અપહરણ કર્યા હતા.

બીજી વખત 15 ફેબ્રુઆરી એ 2 ફિશિંગ બોટ સાથે 12 માછીમારો અને આજે વધુ એક વખત આજે 3 ફિશિંગ બોટો સાથે 17 માછીમારોના અપહરણથી માછીમારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે એક જ સપ્તાહમાં 9 ફિશિંગ બોટો સાથે 51 માછીમારોના અપહરણથી માછીમારોના વ્યવસાય પર મોટી અસર જોવા મળશે અને માછીમારોને પડ્યા પાર પાટુ જેવા હાલ થાય તેવી સ્થિતિ હાલ માછીમારો કહી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.