/////

કચ્છના નીરજ અંતાણી ઓહિયો રાજ્યના સેનેટર તરીકે ચૂંટાયા

અમેરિકામાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં અમેરિકામાં જન્મેલા અને મૂળ કચ્છના નીરજ અંતાણી રિપબ્લિકનના ઓહિયો રાજ્ય સેનેટ માટે ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે. તે 29 વર્ષના યંગ છે. નીરજ અંતાણી હાલ રાજ્યના પ્રતિનિધિ છે, તેમણે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને હરાવ્યા હતાં.

પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયેલા નીરજ અંતાણીના માતા-પિતા 1987માં ભારતમાંથી વોશિંગ્ટન શિફ્ટ થયા હતા અને બાદમાં ત્યાંથી તેઓ મિયામી જતા રહ્યા હતાં. નીરજ અંતાણી 23 વર્ષની ઉંમરમાં જ 2014માં પ્રતિનિધિઓના ઓહિયો ગૃહ માટે ચૂંટયા હતાં. 2015માં નીરજ અંતાણી ફોર્બ્સ મેગેઝિનની કાયદા અને નીતિ માટે 30 વર્ષની ઓછી વય ધરાવતા ટોપ 30 લોકોની યાદીમાં સામેલ થયા હતાં.

આ સાથે જ નિરજ અંતાણીએ ઓહિયો રાજ્યના ભારતીય-અમેરિકી સેનેટર બનવાનો ઇતિહાસ રચ્યો છે. અંતાણીએ માર્ક ફોગલ સામે જીત મેળવી છે.

આ તકે તેઓએ જણાવ્યું કે, “જ્યાં હું જન્મ્યો અને ઊછર્યો, તે સમાજે આપેલા સમર્થન માટે બહુ આભારી છું. મારા પૂર્વજોએ 7 દાયકા પહેલાં ભારતમાં બ્રિટિશ કાળ દરમિયાન તેમનું લાંબુ જીવન ગાળ્યું હતું.”

Leave a Reply

Your email address will not be published.