//

કેશોદમાં પી,જી,વી,સી,એલની બેદરકારી કે રાજકારણ.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખેડૂતોના ખેતરોમા સતત આગ લાગવાની ઘટના બનતી રહે છે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે પી,જી,વી,સી,એલ,ની ઘોર બેદરકારી અથવા રાજકીય કારસ્તાન હોઈ તેવું લાગે છે કારણ કે કેશોદ તાલુકામાં ખેડૂતો એ ચોમાસ બાદ માંડ કરીને ઘઉંનું વાવેતર કયું હતું જે લણવાનો સમય આવ્યો ત્યાં જ પી,જી,વી,સી,એલની જર્જરિત લાઈનો ઉભા પાક પર પડવાના કારણે ખેડૂતોને માતબર નુકસાન વેઠવું પડે છે એક અઠવાડિયામાં સતત ચોથી વખત આગ લાગતા કેશોદના ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે ખેડૂતો પી,જી,વી,સી,એલ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે આજે વહેલી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામના ખેતરમાં ઈલેક્ટ્રિક તારના સ્પારકિંગને લઈને લાગી આગ ખેતરમાં ખેડૂતોએ મહા મહેનતે કરેલ ઘઉંના પાકમાં લાગી આગ હતી જેના કારણે ખેડૂતને લખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે

ખેડૂતો એ મહામુસીબતે પાણી વાળી રાત ઉજાગરા કરી પરિવારની મહેનત રંગ લાવી ત્યાં જ પી,જી,વી,સી,એલની બેકદરકારીથી ખેડૂત પરિવારને રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે કેશોદ તાલુકાના મોવાણા ગામે ખેતરમાં આગ લાગતા એક ખેડૂતના ૧૦ અને બીજા ખેડુના ૮  વીઘાના ઘઉં બળીને ખાખ ખેતરમાં આગ લાગતા આજુબાજુના ખેડૂતો દ્વારા આગને કાબૂમાં લેવામાં લેવા પાણીનો છટકાવ શરૂ કર્યો હતો પરંતુ આ ની જ્વાળા એટલી ભયાનક હતી કે ખેડૂ ને કુવા માંથી પાણી ઉલેચીને આગ કાબુમાં લેવામાં કુવાના પાણી પણ ડૂકી ગયા હતા હવે ખેડૂતો દ્રારા આગામી દિવસોમાં પી,જી,વી,સી,એલ,ની ઘોર બેદરકારી સામે રણશિંગુ ફૂંકીને જર્જરિત વાયરો બદલવાની માંગ સાથે રજૂઆત કરવાની ત્યારી કરી રહ્યં છે 

Leave a Reply

Your email address will not be published.