/

ફટાકડા ફોડવામાં બેદરકારી, યુવકના મોઢા પાસે ફુટતા ઇજા

સમગ્ર દેશ જ્યારે દિવાળીના પર્વની ઊજવણી ધામધૂમથી કરી રહ્યો હતો ત્યારે સુરતના એક યુવકને બેજવાબદારી દાખવવી ભારે પડી છે. ડીજેના તાલે મજા કરી રહેલા આ યુવકે સુતળી બૉમ્બને બેજવાબદારી પૂર્વક ફોડતા તેના મોઢા પાસે જ ઘડાકો થયો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં DJના તાલે દિવાળીની ઊજવણી થઈ રહી હતી. તે દરમિયાન મિત્રોએ મસ્તીમાં કહ્યું અને યુવકે ચહેરાની નજીક બૉમ્બ ફોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ બૉમ્બ ફૂટતાની સાથે જ યુવક બેહોશ થઈ ગયો હતો.

ભોગ બનનાર યુવકનું નામ પિન્ટુ જાદવ હોવાનું સામે આવ્યું છે. જોકે, આ યુવકને બેકાળજી અને ઑવર કૉન્ફિડન્સ દાખવવો એટલો ભારે પડ્યો છે. હાલમાં તેને મલ્ટિપલ ફ્રેક્ચર થયા છે.

Leave a Reply

Your email address will not be published.