રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાજ્યમાં નવા 1340 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1113 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે કોરોનાથી 7 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,76,475 દર્દીઓ રિકવર થયા છે.
રાજ્યમાં 4,90,546 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,90,466 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 80 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં છે. રાજ્યમાં હાલ 12,677 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 87 છે. જ્યારે 12,590 લોકો સ્ટેબલ છે. 1,76,475 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં 3830 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 3, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1 અને વડોદરા કોર્પોરેશનના 1 સહિત કુલ 7 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.