////

રાજ્યમાં નવા 926 કોરોના દર્દી નોંધાયા, 5ના મોત થયા

રાજ્યમાં કોરોનાનો કહેર હજુ યથાવત છે, ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે અચાનક કોરોના કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે રાજ્યમાં નવા 926 કોરોના દર્દી નોંધાયા છે. રાજ્યમાં 1040 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તો કોરોનાને કારણએ 5 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,72,972 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના રિકવર થવાનો દર 91.31 ટકા થઇ ચુક્યો છે.

રાજ્યમાં કુલ 4,98,595 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,98,485 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 110 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 12,456 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 62 છે. જ્યારે 12,394 લોકો સ્ટેબલ છે. 1,72,972 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3808 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 3, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 દર્દી સહિત કુલ 5 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.