/

રોજગારીની નવી તકો ઉભી કરવા ગુજરાતમા નવા IIM ખુલ્લા મુકાશે

ગુજરાત યુનિવર્સિટીમાં  રાજયનું પ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ સેન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય રાજય સરકારે સંરક્ષણ સંબધિત ઉધોગોની ભાગીદારી થકી રોજગારીનું નિર્માણ થાય તે હેતુથી નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ડીઆરડીઓના અધ્યક્ષ સત્યેશ રેડ્ડી, ગુજરત સરકારના એરો એન્ડ ડીફેન્સ એડવાઝર એર માર્શલ આર. કે ધીર, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રોફેસર ડો. હિમાંશુ પંડ્યા, ડાયરેક્ટર જનરલ આઈઆઈટી-રામ ડો. શિવા પ્રસાદ, , અને ડિરેક્ટર અવબોધ નોલેજ ફાઉન્ડેશન લિમિટેડ, રવિન વ્યાસ, એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન હાજર રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ (I.D.M.T.) સ્થાપવા માટેના સહયોગ અને સંશોધનના હેતુ અર્થે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ નોડલ પાર્ટનર જ્યારે I.I.T.-રામ અમદાવાદ અને I.D.S.T. નોલેજ પાર્ટનર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી અને I.D.S.T.વિદ્યાર્થીઓને ઉદ્યોગની ભાગીદારી અને રોજગારીની તકો માટે ગુજરાત સરકાર સાથે પરામર્શ કરીને ઉદ્યોગને યોગ્ય રીતે જોડણ કરવામાં કારગર સાબિત થશે.

ગુજરાત સરકાર અને આઈડીએસટી પરસ્પર રીસોર્સ પર ઉપલબ્ધ કરી સંસાધનોની વહેંચણી કરશે અને ગુજરાતમાં સંરક્ષણ-સંબંધિત પ્રયત્નોને મજબૂત કરવા માટે ગુજરાત સરકારના આઇડીએસટી અને નાણાકીય સંસાધનોના બૌદ્ધિક સંસાધનો અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ આ અંગે વિગતો આપતા કહ્યુ હતુ કે આ સેન્ટરના નિર્માણ માટે નવી દિલ્હી ખાતે સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝની સુવિધા માટે રાજ્ય સરકાર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સાયન્ટિસ્ટ અને ટેકનોલોજીસ્ટ (I.DMT.) સાથે નવી દિલ્લી ખાતે M.O.U કરાયા છે. તેમણે ઉમેર્યુ હતુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ આ નવીન અભિગમ થકી સંરક્ષણ સંબંધિત ઉદ્યોગોની ભાગીદારી થકી રોજગારીની તકો માટે રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને ઉદ્યોગોને યોગ્ય રીતે જોડાણ કરવામાં મહત્ત્વનું પુરવાર થશે.

Leave a Reply

Your email address will not be published.