////

રાજકોટમાં કોરોનાના વધતા કેસને પગલે નવા ટેસ્ટિંગ બુથ કરાયા શરૂ

રાજ્યમાં કોરોનાના વધતા કહેરને પગલે હાલ અમદાવા, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યું છે. આ જીવલેણ કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાજ્યમાં સરકાર દ્વારા આવશ્યક પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે કોરોનાના વધતા કેસને પગલે રાજકોટ તંત્ર હરકતમાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં અલગ-અલગ 7 સ્થળ પર નવા કોરોના ટેસ્ટિંગ બૂથ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં સેન્ટ્રલ ઝોન કોર્પોરેશન ઓફિસ, ત્રિકોણ બાગ, કિસાનપરા ચોક, પેડક રોડ-હનુમાનજી મંદિર, કેકેવી હોલ, રૈયા ચોકડી અને બાલાજી હોલ વગેરે સ્થળે લોકો કોરોના ટેસ્ટ કરાવી શકશે.

તો બીજી તરફ અમદાવાદમાં કરફ્યુનો કડક અમલ શરૂ થઈ ગયો છે. જેના પગલે દુકાનો બંધ રહેતા શહેરના રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે. જ્યારે કોરોના ટેસ્ટ કરાવવા માટે ટેસ્ટિંગ બૂથ પર લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યાં છે. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ બોપલના વકીલ સાહેબ બ્રિજ પર કોરોના ટેસ્ટિંગના ડોમ પર કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં આ ડોમમાં 16 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.