////

બિહાર ચૂંટણી પ્રચારમાં આવ્યો નવો ટર્ન: નિતીશે લાલુપ્રસાદ યાદવ પર કર્યો જબરો પ્રહાર

હવે બિહારમાં ચૂંટણી પ્રચારમાં નવો ટર્ન આવ્યો છે. જેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના સંતાનોની સંખ્યા સુધીની વાત પહોંચી ગઈ છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે એક જાહેર સભામાં લાલુપ્રસાદ યાદવ પર પ્રહાર કર્યો હતો,જેમાં તેમણે જણાવ્યું કે, 9-9 સંતાનો પેદા કરનાર ‘વિકાસ’ શું જાણે. તેઓને વિકાસ દર નહી જન્મદરની જ ચિંતા હોય છે.

મુખ્યપ્રધાન નીતીશનો આ ઈશારો લાલુપ્રસાદ યાદવના નવ સંતાનો પર હતો. ત્યારે રાજદ નેતા તથા લાલુપ્રસાદના પુત્ર તેજસ્વી યાદવે વળતો પ્રહાર કરતા નિતીશના વિધાનોને તેમના જ નહી તમામ માતાઓના અપમાન તરીકે ગણાવ્યા હતા. તેજસ્વી યાદવે એવુ વિધાન કર્યુ કે, એ ફકત મારા નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું પણ અપમાન છે. મોદી પણ 5-6 ભાઈ બહેનો છે અને નીતીશે મોદીના માતાનું પણ અપમાન કર્યુ છે. નિતીશકુમારના આ વિધાનો પર ભાજપના નેતાઓ ‘ચૂપ’ થઈ ગયા છે અને કોઈ પ્રતિભાવ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

તો સાથે જ તેજસ્વી યાદવે એમ પણ પ્રશ્ન પૂછયો કે, શું નિતીશકુમાર દેશમાં મહિલાઓનું સન્માન કરવાનું નથી જાણતા. નિતિશે દેશની માતાઓનું અપમાન કર્યુ છે અને તેનો જવાબ બિહારની જનતા તેમને અચૂકથી આપશે.

Leave a Reply

Your email address will not be published.