////

વેક્સિનેશનની નવી ગાઈડલાઈન જાહેર, ​​​​​​​હવે કોરોનાથી રિકવરી થયાના ત્રણ મહિના બાદ મળશે વેક્સિન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓને કોવિડ-19 બીમારીથી ક્લિનિકલ રિકવરી બાદ બીજા ડોઝને 3 મહિના માટે ટાળી દેવામાં આવશે. એટલે કે જો કોઈ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમિત થાય છે તો તેને કોરોનાથી રિકવર થયાના ત્રણ મહિના સુધી બીજો ડોઝ મળશે નહીં.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19 માટે વેક્સિન પ્રશાસન પર રાષ્ટ્રીય નિષ્ણાંત સમૂહની નવી ભલામણોનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી દેવામાં આવી છે. નવી ભલામણ અનુસાર બીમારીથી સ્વસ્થ થયા બાદ કોવિડ-19 વેક્સિનેશનને ત્રણ મહિના સુધી ટાળી દેવામાં આવશે.

વધુમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, પ્રથમ ડોઝ બાદ કોરોના સંક્રમિત થવા પર બીજા ડોઝને કોવિડ-19થી ક્લિનિકલ રિકવરી બાદ 3 મહિના માટે ટાળી દેવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ કે આઈસીયૂની જરૂરીયાતવાળા કોઈ અન્ય ગંભીર બીમારીવાળા વ્યક્તિએ વેક્સિન લગાવતા પહેલા 4-9 સપ્તાહ સુધી રાહ જોવી પડશે.

સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તે પણ કહ્યું કે, કોઈ વ્યક્તિ વેક્સિન લગાવ્યા કે કોરોના પીડિત થવા પર RT-PCR નેગેટિવ રિપોર્ટ આવ્યાના 14 દિવસ બાદ રક્તદાન કરી શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે વેક્સિનેશનની ભલામણ કરવામાં આવી છે. વેક્સિનેશન પહેલા રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા વેક્સિન પ્રાપ્તકર્તાની સ્ક્રીનિંગની કોઈ જરૂરીયાત નથી.

Leave a Reply

Your email address will not be published.