////

સુરતમાં કોરોનાના વધતા કેસને પગલે નવનિયુક્ત મેયર એક્શનમાં

સુરતના નવનિયુક્ત મેયર હેમાલી બોધાવાલા પોતે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, પરંતુ તેઓ લોકો પાસે આજ નિયમોનું પાલન કરાવવા માટે દાદાગીરી કરે છે. આવું ગઈ કાલે રાત્રે બન્યું હતું જ્યારે તેઓ નાઈટ રાઉન્ડ પર નીકળ્યા હતાં. સુરતના નવનિયુક્ત મેયર બનેલા હેમાલી બોધાવાલા માસ્ક વગર ચૂંટણી પ્રચાર કર્યો હતો અને હજારોની જનમેદની ભેગી કરી હતી. જોકે, હવે મેયર બનતા જ તેઓ રસ્તા પર ઉતરીને લોકોને માસ્ક પહેરવાનું સમજાવતા જોવા મળી રહ્યા છે.

સુરત સહિત રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે તેમાં પણ સૌથી ચિંતાનો વિષય સુરત શહેરમાં છે જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 300 ને પાર પહોંચી ગઈ છે. મામલો ગંભીર દેખાતા રાજ્ય સરકારની મંજૂરી બાદ સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓ સાથે બેઠક કરીને કમિશનર બંછાનિધિ પાનીએ BRTS અને સીટી બસ સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે.

આ ઉપરાંત મલ્ટીપ્લેક્સ થિયેટરો, જિમ, ક્લબ હાઉસ, ઉપરાંત સ્કૂલ-કોલેજો ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે એક સમયે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 30 ની આસપાસ હતી તે અચાનક વધીને 300 કેવી રીતે થઈ ગઈ. બીજી તરફ કેસો વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે.

કોરોનાના કેસ વધતા સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર હેમાલી ઘોઘાવાળા એક્શનમાં આવી ગયા છે. ગઈકાલે રાત્રે તેઓ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રાઉન્ડ પર નીકળ્યા હતા જ્યાં તેમને બીઆરટીએસ બસ રૂટમાં આવતા લોકોને અટકાવ્યા હતા ત્યાં જ ભાટીયા ટોલ નાકા ઉપર બહારથી આવતા લોકોને તતડાવ્યા હતા. ગાડીમાં આટલા બધા લોકો કેમ બેઠા છો, તમારું માસ્ક ક્યાં છે, તમારી ગાડી ટોઈન્ગ કરાવી દઉં આ પ્રકારના શબ્દોનો પ્રયોગ તેમણે કર્યો હતો.

જોકે મેયર ભૂલી ગયા હતા કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ માસ્ક પહેર્યા વગર જ લોકો વચ્ચે જઈ રહ્યા હતા. સાથે એક દિવસ અગાઉ જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે આયોજિત હવન કાર્યક્રમમાં માસ્ક વગર કાર્યકર્તા વચ્ચે બેઠા હતા, ત્યારે પ્રશ્ન એ છે કે લોકો વચ્ચે સુરા બનતા મેયર પોતાની જવાબદારી કેવી રીતે ભૂલી ગયા.

Leave a Reply

Your email address will not be published.