////

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડેને કોરોનાની રસી મુકાવી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનને કોરોનાની રસી મુકવામાં આવી છે. ત્યારે 78 વર્ષીય જો બાઈડેન કોરોનાના હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે. હાલ બાઈડેનને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને લાઈવ ટીવી પર રસી મુકવામાં આવી. આ સમય પર બાઈડેને વૈજ્ઞાનિકો, મેડિકલ સ્ટાફ સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ફાઈઝરની તરફથી વિક્સિત કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો. અમેરિકામાં ફાઈઝરની કોરોના રસીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત ડેલાવેયરના ક્રિસ્ટિયાનાકેર હોસ્પિટલમાં એક નર્સે સોમવાર બપોરે ફાઈઝર અને બાયોએનટેક દ્વારા વિકસિત રસીનો પ્રથમ ડોઝ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનને આપ્યો. બાઈડેને જનતામાં આત્મવિશ્વાસ ઉજાગર કરવાના ઉદેશ્યથી કોરોના રસીનો ડોઝ લાઈવ ટીવી પર લીધો. તે દરમિયાન બાઈડેને કહ્યું, ચિંતાની કોઈ વાત નથી. વેક્સિન હવે ઉપલબ્ધ છે અને હું તમને તમામને રસી લેવાનો આગ્રહ કરું છું. અમેરિકામાં જાન્યુઆરીથી કોરોના રસી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થવાની સંભાવના છે.

સાથે જ બાઈડેને આ સંબંધમાં એક ટ્વીટ પણ કર્યું છે. તેમણે લખ્યું છે કે, કોરોના મહામારીથી બચવા માટે વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાએ જે અથક પરિશ્રમ કર્યો છે. તેને અમે ક્યારે ભૂલીશું નહીં. અમે બધા માટે આભારી છે. રસિકરણને લાઈવ દેખાળ્યા બાદ તેમણે કહ્યું કે અમેરિકાના લોકોમાં વિશ્વાસ ઉજાગર કરવા માટે આ કરવામાં આવ્યું હતું. બાઈડેને કહ્યું કે, અમે જનતાને આ જણાવવા માંગીએ છે કે, રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને હવે ડરવાની કોઈ વાત નથી.

Leave a Reply

Your email address will not be published.