///

ગુજરાતમાં ફટાકડા ફોડવાને લઈને આવ્યા સમાચાર

દેશભરમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેને પગલે હાલમાં દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે NGTની નોટીસ બાદ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર હરકતમાં જોવા મળી છે. ત્યારે હવે ગુજરાતમાં ફટાકડા ફોડવા મુદ્દે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરને નિયમ બનાવવા આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ ફટાકડા ફોડવા અને વિદેશથી આયાત મુદ્દે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળી નજીક આવી રહી છે અને બીજી તરફ કોરોનાના કેસ વધવાની સંભાવનાઓ છે ત્ચારે અગમચેતીના ભાગરૂપે કેટલાક રાજ્યો દ્વારા ફટાકડા નહીં ફોડવા અંગેના આદેશ આપ્યા છે, ત્યારે ગુજરાત સરકારે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને જેમાં વિદેશથી ફટાકડા આયાત કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે જ ગેરકાયદેસર આયાત, સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તો જાહેરમાં માસ્ક પહેરવું પણ ફરજીયાત બનશે.

આ અંગે ફટાકડા મુદ્દે રાજ્ય સરકાર પાસે NGTએ માંગેલા જવાબ અંગે જણાવતા નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાત સરકાર પાસે માહિતી માંગી છે. પર્યાવરણ અને આરોગ્ય વિભાગ સાથે ચર્ચા ચાલુ છે. આગામી સમયમાં રાજ્ય સરકાર પોતાનો નિર્ણય જાહેર કરશે. NGTના નિર્ણયમાં મોડૂ થશે તો સરકાર નિર્ણય કરશે. ફટાકડા પર પ્રતિબંધ પર હાલ કોઈ વિચારણા નહી.

Leave a Reply

Your email address will not be published.