/

જામનગરથી રાહતના સમાચાર, કોરોનાના ત્રણ રિપોર્ટ આવ્યા નેગેટિવ

રાજ્યભરમાં એક બાજુ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ જામનગરથી રાહતના સમાચાર આવી રહ્યા છે. તો જામનગરની જી.જી હોસ્પિટલની કોરોના લેબમાંથી સારા સમાચાર મળી રહ્યા છે. સોમવારે જામનગરમાં કોરોનાનો એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. નોંધનીય છે કે જામનગર લેબમાં જામનગર, મોરબી, અને દ્વ્રારકાના શંકાસ્પદ કેસનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું જે ત્રણેય સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.. તો આની સાથેજ જી.જી હોસ્પિટલની લેબમાં કોરોનાના શંકાસ્પદ સેમ્પલની આવકમાં ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં એક મહિલા સહિત 4 વ્યક્તિઓનો કેરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ પ્રોટોકોલ અનુસાર તેમને 14 દિવસ સુધી આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.