////

કોરોના વેક્સિનને લઈને રાજ્ય સરકારે આપ્યા રાહતના સમાચાર

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના સંક્રમનના વધતા કેસ વચ્ચે કોરોના વેક્સિનને લઇને સારા સમાચાર આપ્યા છે. સુરત શહેરમાં CM રૂપાણીએ કહ્યું કે, દેશની જનતાને જલ્દી વેક્સિન મળે તે માટે વડાપ્રધાન કાર્યરત છે. સાથે જ રાજ્યમાં કોરોના વેક્સિન આપવા માટે 4 સ્ટેજ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય સરકારની કોરોના વેક્સિનની વહેચણીને લઇને પુરી તૈયારી છે.

CM રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી જે રીતે કાર્યરત છે, તેનો અર્થ એ છે કે દેશની જનતાને જલ્દી વેક્સિન મળે. કેન્દ્ર સરકાર પુરૂ આયોજન કરી રહી છે. રાજ્ય સરકાર પણ તે આયોજન અનુસાર પુરી તૈયારી કરી રહી છે, ચાર સ્ટેજ નક્કી કરવામાં આવ્યા છે. આ ચાર સ્ટેજ પ્રમાણે હેલ્થ વર્કરનું લિસ્ટ તૈયાર છે. બીજા સ્ટેજમાં કોરોના વોરિયર્સ, અમારા કર્મચારી, પોલીસથી લઇને મ્યુનિસિપલ કામદારોને કોરોના વેક્સિન આપવામાં આવશે.

ત્યારબાદ રાજ્યમાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની યાદી બની રહી છે. ઘરે ઘરે જઇને પંચાયત અને કોર્પોરેશનના કર્મચારી લિસ્ટ બનાવી રહ્યા છે. ચોથા સ્ટેજમાં 50 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકો જે ગંભીર બીમારીથી પીડાતા હોય તેમનું પણ લિસ્ટ બની રહ્યું છે. ભારત સરકાર જે ક્વોન્ટિટીમાં વેક્સિન મોકલશે તેને અમે ડિસ્ટ્રીબ્યુટ કરીશું.

આ ઉપરાંત AMC દ્વારા 20 હજાર કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા ભેગો કરવામાં આવ્યો છે, જ્યારે ખાનગી હોસ્પિટલના 10 હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા મેળવવામાં આવ્યો છે. વધુ 10 હજારથી વધુ ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે. ફર્સ્ટ ફેઝમાં 40 હજારથી વધુ ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવશે. કોરોના સંક્રમણ સામે રસીકરણના અભિયાન અંતર્ગત અમદાવાદ ગ્રામ્યમાં 50 વર્ષથી મોટી ઉંમરના કુલ 3.22 લાખ લોકોનું સર્વે કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.