/

જામનગર પંથકમાં રાહતના સમાચાર, ચેક કરાયેલા તમામ રિપોર્ટ નેગેટિવ

જામનગર જિલ્લાની જી.જી હોસ્પિટલની કોરોના લેબમાં કોરોનાના 7 સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લાના-4, મોરબી જિલ્લાના-2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1 સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જામનગરની જી.જી હોસ્પિટલમાં અત્યાર સુધી 187 કોરોના સેમ્પલોનું પરિક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી ફક્ત 12 દર્દીઓના જ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.. જો કે હજુ સુધી જામનગર માટે રાહતના સમાચાર યથાવત રહ્યા છે તો કોરોનાના પગલે જામનગર વહિવટી તેમજ પોલીસ તંત્ર દિવસ રાત જોયા વગર જીવના જોખમે સતત મહેનત કરી રહ્યું છે. તો જી.જી હોસ્પિટલ ખાતે ચેક કરવામાં આવેલા તમામ સેમ્મલ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જે જામનગર પંછક માટે રાહતના સમાચાર છે.

Leave a Reply

Your email address will not be published.