//

કુલભૂષણ જાધવને લઇ રાહતના સમાચાર, પાક સરકારે આપી લીલીઝંડી

પાકિસ્તાન જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનની સંસદીય પેનલે કુલભૂષણ જાધવની સજાની સમીક્ષા કરવાના ઈમરાન સરકારના બિલને મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, International Court of Justiceના નિર્દેશોના પગલે સરકારના બિલને કુલભૂષણ જાધવની ફાંસીની સજાની સમીક્ષા કરવા મંજૂરી આપવામાં આવી છે.

કુલભૂષણ જાધવ કેસમાં અગાઉ ઇસ્લામાબાદ હાઇકોર્ટે નક્કી કરેલા બચાવ પક્ષના વકીલે જાધવ વતી કોર્ટમાં હાજર રહેવાની ના પાડી હતી. ઇસ્લામાબાદ હાઈકોર્ટે બે સીનીયર વકીલોને સલાહકાર તરીકે નિમણૂક કરવા જણાવ્યું હતું. પરંતુ બંને વકીલોએ કુલભૂષણ જાધવનો કેસ લડવાની ના પાડી હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત સતત બહારના એડવોકેટ અથવા કાનૂની સલાહકારની નિમણૂક કરવાની માંગણી કરી રહ્યું છે. જે યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્રથા મુજબ ફક્ત અહીંના પ્રેક્ટિસ લાઇસન્સ ધરાવતા વકીલોને જ અહીંની કોર્ટમાં હાજર રહેવાની અને વકાલત કરવાની છૂટ મળે છે.

Leave a Reply

Your email address will not be published.