/

Breaking News : સૌથી મોટા રાહતના સમાચાર, 24 કલાકમાં 1 પણ કોરોનનો પોઝિટિવ કેસ નહિ

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે કોરોનાના કહેર બાદ પહેલા એવા 24 કલાક છે કે હજુ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. મતલબ આ છે ગુજરાતીઓની તાકાત કે ઘરમાં રહીશુ તો ચોક્કસ પરિણામ મળશે. ગઈકાલથી આજ સુધીમાં 1 પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગુજરાતીઓએ ઘરમાં રહેવાનું ખરેખર સાર્થક કરી બતાવ્યું છે. શંકાસ્પદ તમામ 11 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઘરમાં રહેવાના સંકલ્પથી કોરોનાનો ખાત્મો નક્કી દેખાઈ રહ્યો છે. મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં કોરોનાના 44 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 3 લોકો મૃત્યુ પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published.