Saturday, Jan 29, 2022 Today’s Paper

LPG ગેસ સિલિન્ડરમાં એક ઝાટકે 100 રૂપિયાનો વધારો

01 Dec, 21 44 Views

ગેસ કંપનીઓએ ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ જ વધારો નથી કર્યો, તેની કિંમત પહેલાની જેમ સ્થિર રહી છે.

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા બાદ સામાન્ય લોકોને ફરીથી ઝાટકો લાગ્યો છે. આજે ફરી એકવાર ગેસ સિલન્ડરમાં એક ઝાટકે 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.ગેસ કંપનીઓએ ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ જ વધારો નથી કર્યો, તેની કિંમત પહેલાની જેમ સ્થિર રહી છે. આ વધારો ફક્ત કૉમર્શિયલ સિલિન્ડર પર થયો છે. ગત મહિનાની સરખામણીમાં સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે.

આજે નવી દિલ્હીમાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,100 રૂપિયાને પાર થઈ ગઈ છે. બે મહિના પહેલા કિંમત 1,733 રૂપિયા હતી પરંતુ 1 ડિસેમ્બર 2021ના રોજ તેની કિંમત 2,101 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં આજે 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2,051 રૂપિયા થઈ ગઈ છે. 

જ્યારે કોલકાતામાં 19 કિલોગ્રામના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2174.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં 19 કિલોગ્રામના કૉમર્શિય ગેસ સિલિન્ડરની કિંમત 2,234 રૂપિયા થઈ ગઈ છે. ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. 

મુંબઈમાં સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં કિંમત 926 રૂપિયા અને ચેન્નાઈમાં કિંમત 915.50 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં 6 ઓક્ટોબર પછી કોઈ જ વધારો કરાયો નથી.

જો તમે SBI ક્રેડિટ કાર્ડ ધારક છો તો 1 ડિસેમ્બરથી EMI શૉપિંગ મોંઘી બનશે. એસબીઆઈના ક્રેડિટ કાર્ડ પર અત્યારસુધી EMI પર ફક્ત વ્યાજ ચૂકવવાનું રહેતું હતું. જોકે, 1 ડિસેમ્બરથી તમારે પ્રૉસેસિંગ ચાર્જ પણ ચૂકવવો પડશે. કાર્ડ ધારકે હવે EMI પર 99 રૂપિયા પ્રૉસેસિંગ ચાર્જ અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે.

દૈનિક ઉપયોગમાં આવતી દીવાસળીની પેટીની કિંમત 14 વર્ષ પછી વધવા જઈ રહી છે. 1 ડિસેમ્બરથી દીવાસળીની એક પેટીની કિંમત 1 રૂપિયાથી વધીને 2 રૂપિયા થશે. આ પહેલા નિર્માતાઓ દીવાસળીની સાઇઝ નાની કરીને ભાવમાં વધારો ટાળી રહ્યા હતા. 

નિર્માતાઓની કહેવું છે કે કાચા માલની કિંમત ખૂબ વધી ગઈ હોવાથી ભાવ વધારો જરૂરી બન્યો છે. જોકે, સારી વાત એ હશે કે હવે દીવાસળીની એક પેટીમાં 36ના બદલે 50 દીવાસળી હશે.

Trending Tags:

advertisment image