બિલ ગેટ્સે કહ્યું કે, 'આજે જે રીતે ક્રિપ્ટોકરન્સી કામ કરે છે, તેનો ઉપયોગ કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે
Bill Gates : છેલ્લા ઘણા સમયથી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)નું ચલણ વધ્યું છે. નાના મોટા બિઝનેસમેનથી લઈને સામાન્ય લોકો પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા થયા છે. જેમાં ઘણા લોકોને સારું એવું વળતર પણ મળે છે, તો ક્યારેક ક્રિપ્ટોકરન્સીના ધોવાણના કારણે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે એવા સમયે માઈક્રોસોફ્ટ (Microsoft)ના સહ-સ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) ક્રિપ્ટોકરન્સી પર વિશ્વાસ કરતા ન હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં આ અઠવાડિયાની શરૂઆતમાં, રેડીટ (Reddit) પરના અસ્ક મી એનીથીંગ (Ask me Anything) સત્રમાં, તેમણે ક્રિપ્ટોમાં શા માટે રોકાણ કરતા નથી તેના વિશે વાત કરી હતી. આ પહેલા પણ બિલ ગેટ્સે ઘણી વખત ક્રિપ્ટો પર શંકા વ્યક્ત કરી છે.
બિલ ગેટ્સે કહ્યું કે, તેઓ એવી વસ્તુઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે જેમાં મૂલ્યવાન આઉટપુટ હોય. ઉપરાંત, કંપનીઓની કિંમત તેઓ કેટલી સારી પ્રોડક્ટ બનાવે છે તેના પર નિર્ભર કરે છે. ક્રિપ્ટોની કિંમત એવી છે કે જે કોઈ અન્ય નક્કી કરે છે. અન્ય તેને ખરીદે છે જેથી અન્ય રોકાણોની જેમ તેનાથી સમાજનું કોઈ ભલું થતું નથી.'
બિલ ગેટ્સે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'બિટકોઈન ઉપર કે નીચે જઈ શકે છે. તે તેના વિશે કેવા પ્રકારની ભાવના છે તેના પર આધાર રાખે છે. તેના વિશે તમારો અભિપ્રાય ગમે તે હોય. તે કેવી રીતે આગળ વધશે તે કહેવાની આપણી પાસે કોઈ રીત નથી.'
બિલ ગેટ્સે કહ્યું કે, 'આજે જે રીતે ક્રિપ્ટોકરન્સી કામ કરે છે, તેનો ઉપયોગ કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. તેનાથી દૂર રહેવું ફાયદાકારક છે.' આ અંગે બિલ ગેટ્સે આ વર્ષે ફેબ્રુઆરીમાં વોલ સ્ટ્રીટ જર્નલ સાથેની મુલાકાતમાં પણ ક્રિપ્ટોકરન્સીની ટીકા કરી હતી.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક જેવા પ્રભાવશાળી લોકોની ટ્વીટની પણ ચર્ચા કરતા બિલ ગેટ્સે કહ્યું હતું કે, 'આવા લોકોની ટ્વીટની અસર ક્રિપ્ટોકરન્સીના ભાવ પર પડે છે.' બિલ ગેટ્સના કહેવા પ્રમાણે, એલોન મસ્ક પાસે ઘણા પૈસા છે. તે ખૂબ જ બુદ્ધિશાળી છે. તેને ચિંતા નથી કે તેના બિટકોઈન અચાનક વધી શકે કે ઘટી શકે. બિલ ગેટ્સે એમ પણ કહ્યું કે, 'મને લાગે છે કે આવા લોકો ક્રિપ્ટોમાં રસ દાખવે છે, જેઓ નિયમિત બચત માટે પૈસા અલગ રાખતા નથી. જો તમારી પાસે મસ્ક કરતા ઓછા પૈસા છે, તો તમારે તેના પર નજર રાખવી જોઈએ.'
Trending Tags: