Thursday, Dec 02, 2021 Today’s Paper

ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પાછળ છોડી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

24 Nov, 21 53 Views

છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 55 બિલિયન ડોલરનો વધારો થયો છે

નવી દિલ્હી : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 24 નવેમ્બર, બુધવારે શેરબજારમાં અદાણી ગ્રુપના શેરમાં અદભૂત ઉછાળો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર બની ગયા છે.

ડીલ તૂટ્યા પછી રિલાયન્સના શેરમાં ઘટાડો થયો હતો

હકીકતમાં, સાઉદી અરામ્કો સાથેની ડીલ તૂટ્યા બાદ રિલાયન્સના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.44 ટકાના ઘટાડા સાથે રૂ. 2351.40 પર બંધ થયો હતો.

અદાણી ગ્રૂપના શેરમાં તીવ્ર વધારો


જ્યારે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. અદાણી પોર્ટ્સ 4.63 ટકા વધીને રૂ. 763, અદાણી એન્ટરપ્રાઇઝ 2.08 ટકા વધી રૂ. 1742.90 પર, જ્યારે અદાણી ટ્રાન્સમિશન 0.36 ટકાના વધારા સાથે 1948 પર બંધ થયું. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની કુલ છ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. જેમાં આ ત્રણ કંપનીઓ સિવાય અદાણી ગ્રીન, અદાવી પાવર અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો વધારો

છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 55 બિલિયન ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં માત્ર 14.3 બિલિયન ડૉલરનો વધારો થયો છે.

advertisment image