યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, સુપ્રીમ કોર્ટના વકીલ કરૂણા નંદી અને કાશ્મીરી એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝનું નામ સામેલ છે.
વોશિંગટનઃ વિશ્વના જાણીતા ટાઇમ મેગેઝિને (Time Magazine) દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની વાર્ષિક યાદી (Annual list of influential people) જાહેર કરી છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Indian businessman Gautam Adani), સુપ્રીમ કોર્ટના વકીલ કરૂણા નંદી અને કાશ્મીરી એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝનું નામ સામેલ છે.
ટાઈમની યાદીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી, મિશેલ ઓબામા, એપ્પલના સીઈઓ ટિમ કુકનું નામ પણ સામેલ છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, કેવિન મૈકાર્થી, રોન ડેન્સિટિસ, કિર્સ્ટન સિનેમા, કેતનજી બ્રાઉન જૈક્સન અમેરિકી રાજનીતિક હસ્તિઓ છે. વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં 18 વર્ષની એલીન ગુ પણ છે તો સૌથી મોટી ઉંમરની વ્યક્તિમાં રિંગગોલ્ડ છે, જેમની ઉંમર 91 વર્ષ છે.
ટાઇમના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ સામેલ કરવામાં આવ્યા છે. તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિન (7), ઓપરા વિનફ્રે (10), જો બાઇડેન (5), ટિમ કુક (5), ક્રિસ્ટીન લેગાર્ડ (5), એડેલ (3), રાફેલ નડાલ (2), અબી અહમદ (2), એલેક્સ મોર્ગન (2), ઇસ્સા રાય (2), મેગન રાપિનો (2) અને ઉર્સુલા વાન ડેર લેયેનને પણ ટાઇમની યાદીમાં જગ્યા મળી છે.
ટાઇમના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા ચેનિંગ ટૈટમ, પીટ ડેવિડસન, અમાન્ડા સેફ્રાઇડ, ઝેન્ડાયા, એડેલ, સિમૂ લિયૂ, મિલા કુનિસ, ઓપરા વિનફ્રે, અહમિર ક્વેસ્ટલોવ થોમ્પસન, મૈરી જે બ્લિઝ, મિરાન્ડા લેમ્બર્ટ, જોન બૈટિસ્ટ અને કીનૂ રીવ્સને જગ્યા મળી છે. આ સિવાય એથલિટ્સમાં નાથન ચેન, એલેક્સ મોર્ગન, એલીન ગુ, કેન્ડેસ પાર્કર, મેગન રૈપિનો, બેકી સોરબ્રુન અને રાફેલ નડાલનું નામ છે.
Trending Tags: