Wednesday, Aug 17, 2022 Today’s Paper

સસ્તું થયું સોનુ, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો; જાણો વિગત

25 Feb, 22 92 Views

એમસીએક્સ પર સોનાના ભાવ 1.13 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે

નવી દિલ્હી : યુક્રેન અને રશિયા વચ્ચે શરુ થયેલા યુદ્ધની વચ્ચે ભારતીય શેર બજારમાં મોટો ધડાકો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ સોના અને ચાંદીની કિંમતમાં 25 ફેબ્રુઆરી, શુક્વારે જોરદાર ઘટાડો નોંધાયો છે. આજે સવારથી સોનું લગભગ 600 રૂપિયા સસ્તુ થયું છે. ચાંદીમાં પણ 1200 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.  વૈશ્વિક અસ્થિર સંકેતોને કારણે સોનું વધી રહ્યું હતું, પરંતુ આજે તેમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે.
 

સોના અને ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે તેમાં થોડી રાહત જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના એપ્રિલ વાયદામાં મોટા ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે અને સોનું આજે સસ્તા ભાવે મળી રહ્યું છે અને એમસીએક્સ પરના દરો ઘટતા જણાય છે. હાલમાં એમસીએક્સ પર સોનાના ભાવ 1.13 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 583નો ઘટાડો થયો છે આ રીતે આજે સોનું ઘટીને 51,000 પર આવી ગયું છે અને તે હાલમાં રૂ. 50,960 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે.

ચાંદીનો ચમકારોક ઝાંખો પડ્યો

એક તરફ જ્યાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ચાંદીનો ચમકારોક ઝાંખો પડ્યો. તેથી, રોકાણકારોને તેમાં રોકાણ અને ખરીદી કરવાની મોટી તક છે. ચાંદીના ભાવમાં 1200 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે અને આજે એમસીએક્સ પર ચાંદીના ભાવ રૂ. 1217 અથવા 1.84 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે ચાંદીના માર્ચ વાયદાના ભાવો પર નજર કરીએ તો તે 64814 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે.


ઉલ્લેખનીય છે કે, સોના અને ચાંદીની કિંમતમાં થયેલા ઘટાડાને કારણે લોકો મોટી સંખ્યામાં ઘરેણાંની ખરીદીમાં જઈ શકે છે. આ દરમિયાન છેતરપિંડીનો શિકાર ન બનો એ માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સોનું ખરીદતા હોવ તો તે પહેલા તેની શુદ્ધતા ચોક્કસથી તપાસવી જોઈએ. BIS કેર એપ વડે તમે કોઈપણ હોલમાર્કવાળી જ્વેલરીની શુદ્ધતા સરળતાથી ચકાસી શકો છો. આ માટે, તમે જ્વેલરીનો HUID નંબર 'વેરિફાઈ HUID' વડે ચેક કરી શકો છો. આ સાથે, તમે આઈએસઆઈ માર્ક સાથે કોઈપણ વસ્તુની શુદ્ધતા પણ ચકાસી શકો છો.

advertisment image